HALOLPANCHMAHAL

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ રણજીતનગર દ્વારા SDG દિવસ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૩.૯.૨૦૨૩

વિશ્વના 193 દેશોએ મળી અને 2015 માં યુનાઈટેડ નેશન ની આગેવાની હેઠળ 2030 સુધીનો એજન્ડા નક્કી કરવામાં આવેલ જેના અંતર્ગત કુલ 17 લક્ષ્યાંકો અને 169 ધ્યેયો નક્કી કરવામાં આવેલ છે.આ લક્ષ્યાંકોમાં મુખ્યત્વે શિક્ષણ,ભૂખમરો, ગરીબી,આરોગ્ય,પર્યાવરણ, મહિલા સશક્તિકરણ,શુધ્ધ જળ અને સ્વચ્છતા,ઔધોયોગીક વિકાસ વગેરે જેવા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિના માં SDGs દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.ગુજરાત ફ્લોરોકેમિકલ્સએ યુનાઈટેડ નેશન ગ્લોબલ કોમ્પેક્ટ પર હસ્તાંક્ષર કરેલા છે.અને 2030 ના એજન્ડા પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે કંપની ના કર્મચારી અને ગ્રામલોકો સાથે SDG દિવસ ની ઉજવણી તા. 22 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી હતી.જેમાં GFL ના કર્મચારીઓ અને રણજીતનગર ગામના શાળાના વિદ્યાર્થીઓ ,ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને UNGCNI માથી આવેલ અતિથિઓ દ્વારા અને GFL ના યુનિટ હેડ દ્વારા પ્રસંગોચિત પ્રવચન કરવામાં આવેલ,આ પ્રસંગે શાળાની બાળાઓ એ SDG ગીત ની નૃત્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને ગ્રામજનો અને બાળકો દ્વારા SDG જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગામના આગેવાનો શૈલેષભાઈ પટેલ,મિત્તલભાઈ પટેલ, તલાટી કમ મંત્રી કિરીતસિંહ બારીયા, અશ્વિનભાઈ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી અને ગામના સ્વયંમ સેવકો દ્વારા મહેનત કરેલ હતી.

 

[wptube id="1252022"]
Back to top button