BANASKANTHAGUJARATLAKHANI

ગુજરાત સરકાર દ્વારા લાખણીના જસરા ખાતે GNM નર્સિંગ કોલેજની મંજુરી મળી

વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

સરહદી અને લાખણી પંથકની પ્રજાને શિક્ષિત બનાવવા માટે દાયકાઓથી મહેશદવે જસરા પરિવાર પ્રયત્નશીલ હતા. ત્યારે આજ સુધી વાવ,થરાદ,સૂઇગામ, લાખણી તાલુકામાં એકપણ નર્સિંગ કોલેજ નથી ત્યારે લાખણીના જસરા જેવડા નાનકડા ગામમાં સરકારે નર્સિંગ કોલેજની માન્યતા આપી બનાસકાંઠાને મોટી ભેટ ધરેલ હોય ત્યારે લોકો તમામ આગેવાનોનો અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.લાખણી પંથકના સ્વંયભુ લોકસેવક મહેશભાઈ કે.દવે ના અધ્યક્ષણા હેઠળ કાર્યરત અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અદ્વૈત નર્સિંગ કોલેજ જસરા ખાતે કાર્યરત થશે.જેથી વાવ,થરાદ,સુઇગામ સાથે ધાનેરા,ડીસા અને દિયોદરના ગ્રામ્યજનોને પણ લાભ થશે.વર્તમાન સમયમાં અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ પ્રાથમિક શિક્ષણથી લઈ આર્ટ્સ કોલેજ સુધી વિદ્યાર્થીઓને સંસ્કાર સહ શિક્ષણ અપાઈ રહ્યું છે. જે શિક્ષણ અર્થીઓને આશીર્વાદ સમાન છે.શ્રી મહેશદવે પંથકના દર્દીઓની સેવા કરવા દાયકાઓથી 24×7તત્પર હોય છે. ત્રણેક દાયકાઓથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પંચાયતમાં સુ-વહીવટ માટે ગામે ગામ યુવાનોને જાગૃત કરી પંથકમાં નવી પેઢી રાજકીય રીતે સક્રિય થઈ તેમાં મહેશદવેનો ફાળો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button