
વિજાપુર તાલુકા ના પિલવાઈ ગામે આવેલ શેઠ જીસી હાઇસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલ શેઠ જી.સી. હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં તાલુકા ની શાળાઓ માંથી કુલ આઠ ટીમો એ ભાગ લીધો હતો છેલ્લા અઠવાડિયા થી રમત ના આ ઉત્સવ માં શાળાઓ માં અભ્યાસ કરતા 14 વર્ષીય બાળકો એ કબડ્ડી ની રમત માં ખૂબજ સરસ પ્રદર્શન કર્યું હતું જેમાં ફાઇનલ માં પોહચેલ પિલવાઈ ની ટીમે સામે વાળી ટીમ ને પરાજિત કરી ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા બનતા તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ કનકસિંહ વિહોલ, તાલુકા વ્યાયામ મંડળના મંત્રી પંકજભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં વિજેતા બનેલ શેઠ જી.સી. હાઈસ્કૂલ, પિલવાઈ ની અંડર-૧૪ ની કબડ્ડી ભાઈઓની ટીમ ને ઇનામો આપવામાં આવ્યા હતા જયારે શાળાનું તાલુકાનું ગૌરવ વધારતા ટીમ ના ખેલાડીઓને શાળાના આચાર્યા કૃણાલબેન ઠાકર તથા કોચ ભરતભાઈ ચૌધરી એ અભિનંદન પાઠવી ખેલાડીઓના ઉત્સાહ વધાર્યો હતો.





