ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું.

૯- સપ્ટેમ્બર,
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા નર-નારાયણશ્વર શિવ મંદીર થી પ્રસ્થાન થઈ ગાંધી માર્કેટ ત્યાર બાદ મુખ્ય બજાર ના માર્ગો પર થઈ ઝંડા ચોક મધ્યે પૂર્ણ થઈ હતી.આ આયોજન મા 31 મટકીઓ બાંધવામાં આવેલ હતી, તેને ફોડવાનો લાભ હિન્દુ સમાજના વિવિધ સમાજો એ લીધો હતો.નાના બાળકો, પોલીસ પ્રશાસન, તેમજ બહેનો દ્વારા પણ મટકી ફોડ નો લાભ લેવામાં આવ્યો હતો.રાજકિશોર ભાઈ બિંદ અને તેમની ટીમ દ્વારા ગાંધી માર્કેટ ચોક પર કચ્છ માર્શલાટ એકેડમી તરફ થી બજરંગદળ શક્તિ પ્રદર્શનો કરાટે ડેમો કરવામાં આવેલો હતો ગાંધીધામ ની સૌથી ઊંચી મટકી 30 ફૂટ હતી જે ચાવલા ચોક ઉપર હતી.એ મટકી બજરંગ દળ ના પૂર્વ કચ્છ જિલ્લા ના સુરક્ષા પ્રમુખ ચેતન જેઠવા એ ફોડી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સનાતન હિન્દુ સમાજના લોકો જોડાણ હતા તથા અલગ અલગ સમાજ ના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ,પણ જોડાયા હતા.વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સહ મંત્રી દેવજી ભાઈ મ્યાત્રા, કચ્છ વિભાગ પ્રમુખ સુરેશભાઈ ગુપ્તા, કચ્છ વિભાગ સહમંત્રી મહાદેવ ભાઈ વીરા, નગર અધ્યક્ષ હરેશ ભાઈ રામવાણી, મોહનભાઈ ધારશી ભરત ભાઈ ઠક્કર તેમજ બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ અશોકભાઈ આહીર ની ઉપસ્થિતિ શોભાયાત્રા મા રહી હતી.આ કાર્યક્રમ માં ચંદ્રયાન 3 ની ઝાંખી અને નાના બાળકો જે વેશ-ભૂષા માં નટખટ કાન્હા તેમજ રાધા બની ને આવ્યા હતાં એ આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા.આ શોભાયાત્રાને સફળ બનાવવા અશોકભાઈ કેલા, ધરમશી મસુરિયા, અનીલભાઈ ખારવા, અનીલભાઈ શ્રીમાળી, ચેતન ભાઈ જેઠવા, ભાગ્યરાજ સિંહ જાડેજા, યશવંતભાઈ સથવારા, તરુણ મારાજ, ધ્રુવ ગીરી ગોસ્વામી, રોહિતભાઈ રાણા, મહેન્દ્રભાઈ સથવારા, રેનિશ ચૌહાણ,મણિલાલ બિંદ. તેમજ સમસ્ત વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના કાર્યકર્તા એ મહેનત કરી હતી. શોભાયાત્રા ની પૂર્ણાહુતિ બાદ પ્રસાદ નો લાભ પણ ગાંધીધામ ની ધર્મ પ્રેમી જનતા એ લીધો હતો.તેવું નગર મંત્રી કિરીટ કોટક ની યાદીમાં જણાવાયુ હતુ.










