તા.૧૭/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જામનગરની આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા થનારી ભરતી માટે ૨૨ માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
Rajkot: દેશસેવા કરવા માંગતા રાજકોટ જિલ્લાના યુવાનો માટે આર્મીમાં જોડાવાની અમૂલ્ય તક આવી છે. જામનગરની આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા આર્મીની ભરતી રેલી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરુઆત કરવામાં આવી છે. જેના માટે આગામી તા. ૨૨ માર્ચ સુધી www.joinindianarmy.nic.in વેબસાઇટ મારફતે ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. વઘુ વિગત માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રાજકોટનો રૂબરુ અથવા ફોન નં. ૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરી શકાશે, તેમ મદદનીશ નિયામક (રોજગાર) કચેરીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








