BANASKANTHAGUJARATPALANPUR
શ્રી રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી માં વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી

11 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી રિહેન એચ.મહેતા સ્કૂલ માંકડી માં તારીખ 9 ઓગસ્ટના દિવસે દાંતા તાલુકાના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.. સૌપ્રથમ પ્રાર્થના સભામાં શાળાના આચાર્યશ્રી ડો .રાકેશ કે.પ્રજાપતિ દ્વારા બાળકોને બિરસા મુંડા વિશેની માહિતી આપવામાં આવી હતી.. ત્યારબાદ બિરસા મુંડા ના જીવન દર્શન ને લગતી એક સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ બાળકોને બતાવવામાં આવી હતી… ત્યારબાદ બાળકોએ પોતાની સંસ્કૃતિની વક્તવ્ય દ્વારા સમજ આપી..કાર્યક્રમ ના અંતે શાળાના તમામ આદિજાતિના બાળકોએ જાતે જ નૃત્ય માં જોડાઈ ને એમના પરંપરાગત નૃત્ય નો આનંદ માણ્યો હતો.. આમ શાળામાં અનોખી રીતે અને સાચા અર્થમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી..
[wptube id="1252022"]





