
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ – ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં પ્રોહીબીશન/જુગાર જેવી બદીઓ નેસ્તાનાબુદ થાય તે માટે ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નાં પી.એસ.આઈ જયેશભાઈ વળવીની ટીમે વઘઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન એક શંકાસ્પદ સ્વીફટ ગાડી વઘઇથી ભેંસકાત્રી રોડ ઉપરથી પસાર થતા પોલીસની ટીમને શંકા જતા તેનો પીછો કરેલ હતો.અહી સ્વીફ્ટ કાર ચાલકે સરકારી વાહન જોઇ ભાગવા જતા સ્વીફ્ટ ગાડી ચીકાર(ઝાવડા) ગામનાં ગરનાળા પાસે નીચે ઉતારી દઇ ત્યાંથી જંગલ તરફ નાસી છૂટ્યા હતા.જે ઇસમોનો પોલીસ દ્વારા પીછો કરતા મળી આવેલ નહી.સદર સ્વીફટ કારનો રજીસ્ટેશન નંબર જોતા MH-17-BS-0230ની સફેદ કલરની છે.જેની અંદર જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમા (1) રોયલ ચેલેન્જર ફાઇનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી 750 એમ.એલ.ની શીલબંધ દમણ બનાવટની 9 બોટલ (2) મેક ડોલ્સ નંબર-1 રીઝર્વ વ્હીસ્કી ઓરીજનલ 750 એમ.એલ.ની શીલબંધ દમણ બનાવટની કુલ નંગ-227 જેની કિ.રૂ.1,16,300/- નો પ્રોહીબિશન મુદામાલ તથા સ્વીફટ કારની કિ.રૂ.2,00,000/- મળી કુલ કિ.રૂ.3,16,300/- નો પ્રોહી અંગેનો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…





