GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના પીંગળી પ્રા.શાળાનું ગૌરવ,એન.એમ.એમ.એસ ની પરીક્ષામાં તાલુકામા દ્વિતીય

તારીખ ૧૬/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની પીંગળી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં થી રાઠવા પંકેશકુમાર છગનભાઈ એન.એમ.એમ.એસ ની પરીક્ષા માં પંચમહાલ જિલ્લામાં ૧૬ ક્રમે મેરીટ માં આવેલ છે અને કાલોલ તાલુકામાં દ્વિતીય ક્રમે આવી પીંગળી ગામ નું ગૌરવ વધાર્યું છે તે બદલ પીંગળી એસ એમ સી મંડળ, વાલીગણ,આચાર્ય વિનોદભાઈ પગી અને શિક્ષક મિત્રો સહિત ગામ ના સરપંચ વિજયસિંહ સોલંકી,મુકેશસિંહ સોલંકી,કલ્પેશભાઈ વકીલ કવિ વિજય વણકર “પ્રીત”સહિત સમગ્ર ગામ દ્વારા ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં ભાવિ માટે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભિલાષાઓ વ્યક્ત કરી હતી.
[wptube id="1252022"]