હાલોલ:વિઠ્ઠલનગર સોસાયટીમાં બંધ મકાનમાથી દાગીના અને રોકડ રકમ ચોરી કરનાર ગઠિયાને જિલ્લા એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૪.૨૦૨૪
હાલોલ બસ સ્ટેન્ડ પાસે આવેલ વિઠ્ઠલનગર સોસાયટીમાં ગત સાંજે સાતેક વાગ્યે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 01 લાખ 75 હજાર ના સોના ચાંદી ના દાગીના અને 10 હજાર રોકડા ની ચોરી તસ્કરી કરી હતી.જેની જિલ્લા એલસીબી એ ગણતરીના કલાકો માં તસ્કરી ને અંજામ આપનાર તસ્કર ને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડી હાલોલ ટાઉન પોલીસ ને સોંપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.હાલોલ ના વિઠ્ઠલ નગર સોસાયટીમાં રહેતા અને બજાર માં ફૂટવેર ની દુકાન ધરાવતા રાજેન્દ્ર પ્રસાદ ચંદુલાલ શાહ ને રવિવાર સાંજ ના સમયે તેમની પત્ની આશાબેન મકાન બંધ કરી ચા આપવા માટે દુકાને આવ્યા હતા.આ સમય દરમ્યાન તસ્કરે દરવાજા નું તાળું તોડી ઘરની તિજોરી માં મુકેલ પોણા બે લાખ ની કિંમત ના સોના ચાંદી ના દાગીના અને દસ હજાર રોકડા મળી 1.85 લાખ ના મુદામાલ ની ચોરી કરી તસ્કર પલાયન થઈ ગયો હતો.મકાન નો દરવાજો ખુલ્લો જોતા પાડોશી એ આશાબેન ને ફોન કરી જણાવતા આશાબેન દોડી આવી મકાન માં જોતા ચોરી થયા ની જાણ થઈ હતી.ઘટના અંગે રાજેન્દ્રભાઇ એ હાલોલ ટાઉન પોલીસ મથકે ચોરી ની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.દરમિયાન જિલ્લા એલસીબી ને ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ ખાતે સોસાયટી માં થયેલ ઘરફોડ ચોરી માં સંડોવાયેલ હેમંત ઉર્ફે બટકો ચીમનભાઈ પવાર રહે.ભરોણાં ફળિયું હાલોલનો ચોરી નો મુદામાલ વેચવા ગોધરા તરફ ગયો હતો દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલ જિલ્લા એલસીબી ના કેતન ભરવાડ ને ચોક્કસ બાતમી મળતા હેમંત ને ચોરી ના તમામ મુદામાલ સાથે ઝડપી પાડી હેમંત ને મોડી રાત્રે હાલોલ ટાઉન પોલીસ ને સોંપ્યો હતો.










