HALOLPANCHMAHAL

હાલોલ બાયપાસ ઉપર રીક્ષા પલ્ટી ખાતા સર્જાયો અકસ્માત,ત્રન વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ.

તા.૮.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

કાલોલ તાલુકાના માલવ ગામે એસી ફિટિંગ અને સર્વિસ કરવામાં આવેલા વડોદરા ના ગોત્રી વિસ્તાર ના યુવકો ની રીક્ષા ને અકસ્માત નડતા ચાર યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.હાલોલ બાયપાસ ઉપર અકસ્માત થતા ચારેય યુવકોને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ યુવકો ને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં કરવામાં આવ્યા હતા.વડોદરા ના ગોત્રી વિસ્તારમાં રહેતા અને એસી રીપેરીંગ,સર્વિસ તથા ફિટિંગનું કામ કરતા ચાર યુવકો અજયભાઈ જેસિંગભાઈ વસાવા,કિશનભાઈ મહેન્દ્રભાઈ વસાવા, પ્રકાશભાઈ પ્રવીણભાઈ વસાવા,ધર્મેશભાઈ અરવિંદભાઈ વસાવા ઓટો રીક્ષા લઈને વડોદરાથી કાલોલ તાલુકાના મલાવ ગામે એસી ફિટિંગ કરવા માટે આવ્યા હતા.સાંજે તેઓ પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે તેઓની ઓટો રીક્ષા હાલોલ બાયપાસ ઉપર કંજરી ચોકડી પાસે પલટી ખાઈ જતા થયેલા અકસ્માત માં એક યુવકને સામાન્ય અને ત્રણ યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી.તમામ યુવકોને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી ત્રણ યુવકોને વધુ સારવાર માટે વડોદરા ખસેડયા હતા.

[wptube id="1252022"]
Back to top button