GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગાંધીનગર ખાતે કાનૂની શિક્ષણ અંતર્ગત “ વર્લ્ડ હેલ્થ ડે “ મનાવવામાં આવ્યો

“ વર્લ્ડ હેલ્થ ડે “  નિમિતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર હેઠળ માનદ સેવાઓ આપતાં સામાજિક કાર્યકર અને પારા લીગલ વોલ્યૂન્ટીયર શ્રી અનિલ કક્કડ દ્વારા ગાંધીનગર ખાતે સેક્ટર ૬ ના સરકારી ગાર્ડન ખાતે કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ. શ્રી કક્કડ દ્વારા ભાઈઓ અને બહેનોને સ્વાસ્થ્ય સારું રાખવા માટેના ઉપાયો જણાવ્યા હતા.. ખાસ કરીને નાની ઉંમરે બનતા હૃદય રોગના હુમલાઓની વિશેષ છણાવટ કરી તેના માટે લેવાની થતી સંભવત કાળજીના મુદ્દાઓની પણ ચર્ચાઓ થઈ હતી.

સુપ્રસિદ્ધ સાહિત્યકાર, સામાજિક કાર્યકર, વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા અને નિઃશુલ્ક જ્ઞાન શાળાના સંચાલક શિક્ષક શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું હેલ્થ વિશે વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા સારા હેલ્થ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તારીખ ૭ એપ્રિલ ૨૦૨૪ ના રોજ મનાવવા માટેનું મહત્વ સમજાવ્યું હતું અને “સારું સ્વાસ્થ્ય મારો અધિકાર છે ” તે ૨૦૨૪ના વર્ષ માટેના ડબલ્યુ એચ ઓ થીમ દ્વારા સ્વીકારવામાં આવી છે તેની માહિતી ઉપરાંત વિશ્વ ના ૧૪૦  દેશોએ પોતાના સંવિધાનમાં સારા સ્વાસ્થ્યના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું . યોગા મંડળ ની મહિલાઓ તથા તેમના અગ્રણી રૂપલ રાઠોડ અને અન્ય PLV શ્રી ખીમજી ભાઈ પરમાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સહકાર આપ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button