CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકાના ડબ્બા ગામેથી નસવાડી પોલીસે 28080 રૂપિયાના ઇંગ્લિશ દારૂ સાથે એક ને ઝડપી પાડયો
મૂકેશ પરમાર નસવાડી
નસવાડી પોલીસને ડબ્બા ગામ તરફથી એક બાઈક ઉપર થેલાઓમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવે છે તેવી બાતમી મળતા નસવાડી તાલુકાના ડબ્બા ગામે પોલીસ વોચ રાખીને બેઠી હતી તે વખતે જી.જે.34.ડી.9119 નંબર ની બાઈક આવતા બાઈક ઉપર રાખેલા થેલાની તપાસ કરતા થેલામાંથી ઈંગ્લિશ દારૂના માઉન્ટસ 6000 ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બિયર 500 મી.લી ના ટીન બિયર નંગ 216 જેની કિંમત 28080 રૂપિયા જ્યારે બાઈક ની કિંમત 25000 રૂપિયા આમ કુલ મળી 53080 રૂપિયાનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે દિનેશભાઈ પાડવીભાઈ ડું.ભીલ રહે ડબ્બા નિશાળ ફળિયા,તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]