
તા.૪/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
એઇમ્સની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ઇમરજન્સી વોર્ડમાં આંચકીની સારવાર લઈ રહેલા દર્દી અમિત પરમાર સાથે સીધો સંવાદ સાધીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. પરા પીપળીયા ગામના જ રહેવાસી દર્દી અમિત પરમારે મુખ્યમંત્રીશ્રીના સંવેદનશીલ અભિગમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ મારા સ્વાસ્થ્યની ચિંતા કરતા નિયમિત દવા અને સારવાર લઈને જલદી સ્વસ્થ થવા માટે શુભેચ્છા આપી હતી. અહીંનો મેડિકલ સ્ટાફ ખૂબ સારી રીતે મારી સારવાર કરી રહ્યો છે. બહુ ખુશીની વાત છે કે એઈમ્સ શરૂ થવાથી મારા ગામના લોકોને ઘર આંગણે આરોગ્યની શ્રેષ્ઠ સેવાઓ મળશે.

[wptube id="1252022"]








