ARAVALLIBAYADGUJARAT

બાયડ તાલુકાના માધવ કંપા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત એકનું મોત

કિરીટ પટેલ બાયડ

બાયડ તાલુકાના માધવ કંપા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવકને ટક્કર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર બાયડ તાલુકાના માધવ કંપા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું દેરોલી ગામના યુવક રાઠોડ દેવેન્દ્રસિંહ રાજુસિંહ કામ અર્થે પોતાનું બાઈક નંબર નંબર GJ 9 AL3944 લઈને હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામ દોડતા અજાણા વાહન ચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારતા યુવક રોડ પર પટકાઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેના લીધે બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું
ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ બાયડ પોલીસ મથકે જાણ કરતા બાયડ પોલીસ તાબડતોડ પહોંચીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી

[wptube id="1252022"]
Back to top button