બોરસદ કૉલેજ માં પ્રશિક્ષણાર્થીઓનો નિ: શુલ્ક થેલેસેમિયાનો ટેસ્ટ કરવામાં આવ્યો.

બોરસદ કૉલેજ માં પ્રશિક્ષણાર્થીઓનો નિ: શુલ્ક થેલેસેમિયાનો ટેસ્ટ કરવામાં આવ્યો.

તાહિર મેમણ : આણંદ – 20/03/2024 – શ્રી આર.પી.અનેડા કોલેજ ઓફ એજ્યુકેશન , બોરસદ , ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા લાયોનેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે બી.ઍડ્.કૉલેજ , બોરસદમાં બી.ઍડ્.નાં સેમેસ્ટર બે તથા ચારનાં તાલીમાર્થીઓનો નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તાલીમાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરતાં પહેલાં પ્રાસંગિક ઉદબોધનમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , આંકલાવ બ્રાન્ચના ચેરમેન શ્રીઉપેનભાઈ ભોઈએ જણાવ્યું હતું કે થેલિસિમિયા મેજર રંગસૂત્રની ખામીથી સર્જાતો અનુવંશિક રોગ છે. માતા-પિતાને થેલિસિમિયા માઈનર હોય તો આવનાર બાળક થેલિસિમિયા ગ્રસ્ત હોવાની 25 ટકા શકયતા છે.બાળક આ રોગ સાથે જન્મ લેશે. આ રોગમાં હિમોગ્લોબિન બનાવતા બંને રંગસૂત્રોની ખામીયુક્ત જોડના કારણે નવા રક્ત કણો બનતા નથી અને બાળકને જીવન પર્યંત લોહી ચઢાવવું પડે છે. આજે ગુજરાતમાં થેલિસિમિયા રોગથી 12,000 થી વધુ બાળકો પીડાય છે. સ્વૈચ્છિક રક્તદાનના કારણે બાળકોનું જીવન ટકી રહ્યું છે.આ સાથે થેલેસેમીયાનાં રોકથામ માટે બે બાબતો પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે –
1. લગ્ન પહેલાં યુવક અને યુવતીએ થેલિસિમિયા ટેસ્ટ કરાવવો જોઇએ. બન્ને થેલિસિમિયા માઇનર હોય તો લગ્ન કરવા જોઇએ નહીં.
2. દરેક ગર્ભવતી માતાનું થેલિસિમિયા ટેસ્ટ કરવું જોઇએ. માતા માઇનર હોય તો પિતાનું પણ ટેસ્ટ કરાવવું જોઇએ. બન્ને માઇનર હોય તો ગર્ભ રહેલા બાળકની સીવીએસ તપાસ કરાવવી જોઈએ. બાળક મેજર હોય તો તબીબી નિર્યણ કરવો જોઈએ.આમ ,થેલિસિમિયા જેવા ગંભીર અને ઘાતક રોગ અંગે જાણકારી આપી, થેલેસેમીયા ટેસ્ટીંગનું મહત્ત્વ સમજાવ્યુંહતું. કાર્યક્રમનાં અંતે પ્રિન્સિપાલ ડૉ.જે.કે.તલાટીએ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ,લાયોનેસ ક્લબ, શ્રીઉપેનભાઈ તથા આરોગ્ય ટીમનો હાર્દિક આભાર માન્યો હતો.








