
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મોડાસા મુકામે નિશુલ્ક સમર કેમ્પ અને સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવી રહ્યું છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉનાળુ વેકેશન સમયમાં બાળકોને યોગ ની તાલીમ આપવા અને સર્વાંગી વિકાસ,માનસિક વિકાસ થાય તે હેતુથી 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પ તથા સંસ્કાર શિબિર નું ગુજરાત ભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. તારીખ 20 /05 /2024 થી 29/ 05/2024 સુધી આ 10 દિવસીય યોગ કેમ્પમાં બાળકોને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. બાળકમાં સંસ્કાર આવે આહાર માં સુધારો તથા દિનચર્યામાં સુધારો અને મોબાઈલ જેવા દૂષણથી દૂર થાય અને બાળકો યોગ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલ તેમના દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ સમર કેમ્પનું આયોજન કરેલ છે. યોગ સમર કેમ્પમાં માં બાળકોને કેપ, યોગ ની માહિતી પુસ્તિકા તથા યોગ ચિત્રપોથી તથા રોજ બેરોજ પૌષ્ટિક નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે યોગ સમર કેમ્પમાં બાળકોને વિવિધ આસ, પ્રાણાયામ તથા રમતગમત અને જ્ઞાનની પ્રવૃત્તિ શીખવાડવામાં આવી રહી છે બાળકો યોગ અંગે ચિત્રપોથીમાં રંગબેરંગી ચિત્રોમાં રંગ પૂરી બાળકો આસન અને પ્રાણાયામ શીખી પોતાની આગવી કલાને વિકાસ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં યોગ સમર કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે .અરવલ્લી જિલ્લા ના ઝોન કોડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ યોગ કેમ્પનું સંચાલન થઈ રહ્યું છે વિશેષ આજ રોજ યોગ સમર કેમ્પમાં માં રાજકોટમાં જે ગેમ ઝોન માં ગોઝારી ઘટના બની જે બાળકો સદગતિ પામ્યા હતા તેઓનું આજે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.









