
સંસ્કૃત ભારતી જુનાગઢ દ્વારા કેશોદનાં નહેરૂ નગર માં આવેલ બટરફ્લાય પ્રી શાળાનાં હૉલમાં નિઃશુલ્ક સંસ્કૃત બાળ સંભારણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ થી પંદર વર્ષના બાળકો જોડાયા હતાં.બે દિવસ ચાલેલા સંસ્કૃત સમર કેમ્પની શરૂઆત ભારત વિકાસ પરિષદ કેશોદ નાં ડો સ્નેહલ તન્ના, ભૂપેન્દ્ર જોશી, દિનેશ કાનાબાર, નંદાણીયા સાહેબ , બાળ વર્ગના શિક્ષિકા નમ્રતા નેરલેકર દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી આ કેમ્પમાં અતિથિ વિશેષ જૂનાગઢ ના શ્રી વૃજેન્દ્રરાયજી રવી બાવા ઉપસ્થિત રહ્યાં હતાં બે દિવસ ચાલેલા કેમ્પમાં બાળવર્ગનાં શિક્ષિકા નમ્રતા નેરલેંકર, જનપદ સંયોજક ડો મૌલિક કેલૈયા તથા પારૂલબેન ઠક્કર દ્વારા બાળકોને પ્રત્યક્ષ પાઠન પદ્ધતિ , રમત, ગીત, સંવાદ, વાર્તાઓ દ્વારા સંસ્કૃત પઠન આ ઉપરાંત બાળકોને આકર્ષક પાઠન સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું પારુલબેનનાં જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકો રમતા રમતા સંસ્કૃત બોલતા થયા હતા.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ