પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાંધણી ખાતે ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાંધણી ખાતે ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું
તાહિર મેમણ – આણંદ – 11/06/2024 – ટીબી મુક્ત ભારત બનાવવાના અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા અધિકારી શ્રી ડોક્ટર દીપક પરમાર દ્વારા વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટ આપવામાં આવી રહી છે.
ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટ આપવાના આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધણીના મેડિકલ ઓફિસર ડોક્ટર મેહરીયા અને તેમના સ્ટાફ ના આર્થિક સહયોગથી ૫૧ જેટલા ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધણીના ડોક્ટર અને તેમના સ્ટાફ દ્વારા નિક્ષય મિત્ર તરીકે કામગીરી કરવામાં આવી છે એટલે કે આરોગ્ય કેન્દ્રના કર્મીઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. આ કામગીરીની નોંધ લઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દિપક પરમાર દ્વારા નિક્ષય મિત્રનું પ્રમાણપત્ર આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધણીના ડોક્ટર અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.