GUJARATSURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે પક્ષીઓ માટે 600થી વધુ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

તા.21/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દરેક સમયમાં જીવદયા ના કાર્યને પ્રોત્સાહન આપતા હોય છે આ વર્ષે પણ અસહ્ય ગરમીથી જનજીવન ઠપ્પ છે ત્યારે પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલી ઘર, કાંગ અને જારનું વિતરણ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે, જવાહર રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે પક્ષીઓ માટે ૬૦૦ પાણીના કુંડા, ૪૦૦ પક્ષી ઘર, કાંગ અને જારનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સિલ્વર ગ્રુપના પ્રેસીડન્ટ કૃણાલભાઈ મહેતા અને સેક્રેટરી ગુંજન સંઘવી સહીત સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]





