KUTCHMANDAVI

બિદડા ગામમાં પીવાનું પાણી બંધ હોવાથી ગામની મહિલાઓ ગ્રામપંચાયત નુ કર્યો ઘેરાવો.

૫-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

બિદડા ગામમાં અંદાજે ૩૦૦૦.હજાર જેટલા પાણીના કનેકશન આવેલા છે.

ગામવાસીઓ જણાવ્યું કે બિદડા ગામમાં પાણી માટે નું કાયમી નિકાલ ક્યારે આવશે.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી બંધ હોવાથી બિદડા ગામનાં રહેવાશીઓ પંચાયત પર હલાબોલ મચાવ્યો હતો.પણ બિદડા પંચાયત બંધ હોવાથી બિદડા પંચાયત નાં મેટ ગેટ પાસે બહેનોએ બેસી ને સરપંચ આવાં ની રાહ જોઈ રહ્યા હતા.પણ સરપંચ અને ઉપસરપંચ મોબાઈલ ફોન બંધ કરી દેતા મહિલાઓ ગુસ્સે થઈ ને સરપંચ ના ઘરે જવા માટે તૈયારીઓ દર્શાવી હતી.

મિડિયા પ્રતિનિધિ પાસે ગામની મહિલાઓ જણાવ્યું હતું કે જો‌ સાંજ સુધી પાણી ચાલુ નહીં થાય તો અમે બિદડા ગામની પંચાયત ને તાળાં બંધી કરશું અને સરપંચ બિદડા ગામના કામો કરવા માટે સમય નથી હોતો તો સરપંચ પદ પરથી રાજીનામું આપે તેવી ગામની મહિલાઓ જણાવ્યું હતું સાથે મહિલાઓ જણાવ્યું હતું કે બિદડા ગામના સરપંચ ના પતિ તમાંમ વહીવટી સંભાળતા બિદડા ગામના કોઈ કામો કરતા નથી અને બિદડા ગામમાં સફાઈ કામ કે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ કરતા નથી અને સરપંચ ના પતિ પોતાના મળતીઓ ને પાણીનું ટેન્કર પહોંચાડી ને પાણી ની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.અને બિદડા ગામના મધ્ય વર્ગ ના લોકો હેરાન થાય છે.સાથે મહિલાઓ‌ જણાવ્યું હતું કે બિદડા ગામમાં ધારાસભ્ય શ્રી દ્વારા કરોડો ના વિકાસ નાં કામો નાં મુહૂર્ત કરવા માટે આવ્યા હતા તો તેમને પણ મહિના થી ઉપર દિવસો વિતી ગયા છતાં પણ સરપંચ દ્વારા વિકાસ નાં કામો નું મુહૂર્ત આવ્યું નહીં અને બિદડા ગામના લોકો હેરાન થાય છે.માટે બિદડા ગામમાં વિકાસ નાં કામો નું મુર્હૂત ક્યારેય આવશે તેવું બિદડા જનતા જણાવ્યું હતું.

ગામની બહેનો એ એવુ પણ જણાવ્યું હતું કે બિદડા ગામમાં વિકાસ કામો કરવા માટે ગૌચર જમીન છે તો ગૌચર માં વિકાસના કામો થાય નહીં તો અમારી પાસે મત માંગવા માટે સુ કામ આવો છો સરપંચ થી કરીને લોક સભાની ચૂંટણી સુધી ના મતો માંગવા માટે આવો છો ત્યારે તમને ગૌચર વાળું પ્રશ્ન નથી નળતુ અને વિકાસ નાં કામો માટે ગૌચર નું પ્રશ્ન નળતર રૂપ થાય છે તો હવે અમે કોઈ પણ ચુંટણી આવશે તો અમે મતદાન કરશું નહીં અને ચુંટણી નું બહિષ્કાર કરશું તેવું ગામના લોકો સાથે બહેનો એ જણાવ્યું હતું.

આવતીકાલે બિદડા ગામના સરપંચ અને તલાટી ને લેખીતમાં રજૂઆત કરશું અને તેમની નકલ કચ્છ કલેકટર સાહેબ શ્રી ને પણ મોકલશુ તેવું બહેનોએ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button