GUJARAT
શિનોરની સાડા ચાર વર્ષની મિસ્બાહ બાનુંએ પહેલો રોઝો રાખી ખુદાની ઇબાદત કરી
વડોદરાના શિનોર નગરની સાડા ચાર વર્ષની મિસ્બાહ એ પવિત્ર રમઝાન માસમાં પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી. મિસ્બાહએ ભૂખ તરસ સહન કરી પવિત્ર રમઝન માસમાં રોઝો રાખી ખુદા તઆલાની બંદગી કરી રહી હતી. હાલ મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે મુસ્લિમ સમાજના લોકો આગ ઝરતી ગરમીમાં રોઝા રાખી ખુદાની બંદગી કરી રહ્યા છે. ત્યારે શિનોર નગરનાં અસ્લમ ખાન પઠાણ ની માત્ર સાડા ચાર વર્ષની દીકરી મિસ્બાહ બાનુએ રમઝાન માસનો પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી. માત્ર સાડા ચાર વર્ષની મિસ્બાહ બાનુ ખૂબ નાની વયે રોઝો રાખી અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામી છે. સાથે સાથે દેશમાં અમન અને શાંતિ કાયમ રહે અને હિંદુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હળીમળીને રહી કોમી એકતાની ભાવના જાગૃત કરે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી... ફૈઝ ખત્રી....શિનોર


[wptube id="1252022"]





