GUJARAT
સાધલી ની સાડા ચાર વર્ષની આઇઝા બાનુંએ જીવનનો પ્રથમ રોઝો રાખી ખુદાની ઇબાદત કરી
વડોદરાના શિનોર તાલુકાના સાધલી હાજી પાર્ક ખાતે રહેતા નકુમ સાજીદ ખાનની સાડા ચાર વર્ષની દીકરી આઇઝા બાનુએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદા તઆલાની બંદગી કરી હતી. હાલ મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે. ત્યારે મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. સાથે સાથે આઇઝા બાનું એ સમગ્ર દેશમાં અમન અને શાંતિ કાયમ રહે અને હિંદુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હળીમળીને રહી કોમી એકતાનો દિપ પ્રજવલ્લિત કરે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી. સાડા ચાર વર્ષની ઉંમરે આઇઝા બાજુએ પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખી અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર બન્યો છે... ફૈઝ ખત્રી....શિનોર

[wptube id="1252022"]