
જૂનાગઢ જીલ્લાના કેશોદ રેલવે સ્ટેશન નો વિડિઓ કોન્ફરન્સ શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમૃત ભારત કાર્યક્રમ હેઠળ કેશોદ રેલવે સ્ટેશન ખાતે શિલાન્યાસ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો જેમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ ભાલાળા, કેશોદ નગરપાલીકા પ્રમુખ લાભુબેન પીપલીયા ઉપસ્થિત રહ્યા હતા વ્યપારી મંડળ ખૂબ ઉત્સાહમાં ,વેપારી મંડળની માંગ ને ધ્યાને લઇ સાંસદ રમેશભાઈ ધડુક એરપોર્ટ અને નવું આધુનિક રેલવે સ્ટેશનના સપનાને સાકાર કરતા વેપારી મંડળ એ રમેશભાઈ ધડુકનો આભાર માન્યો હતો. સાંસદ રમેશભાઈ ધડુકે કહ્યું હતું કે કેશોદ પ્રવાસીઓ નું હબ. બનશે નવું એરપોર્ટ મળ્યા બાદ હવે રેલવે સ્ટેશન નું નવીનીકરણ થતાં જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર ને ફાયદો થશે રેલ વિભાગ CCM કુણાલ આ યોજના હેઠળ માસ્ટર પ્લાન બનાવ્યો છે, રેલવે સ્ટેશન નું નવીનીકરણ કરવામા આવશે. ભાવનગર ઝોન માં 17 સ્ટેશન ને શામિલ કરવામાં આવ્યા છે 25 કરોડ ના ખર્ચે લાઈટિંગ, વેઇટિંગ રૂમ, દિવ્યાંગ સુવિધા, તેમજ પ્લેટફોર્મ પર 12 મીટર એફઓબી મુકાશે જ્યારે પ્લેટફોર્મ 1.2.3. પહોળા કરાશે નવા શૌચાલય,વોટર કુલર, અન્ડરગ્રાઉન્ડ કેબલીંગ.,બાઉન્ડી વોલ સહીતની સુવિધા અને પ્રવાસીઓ ને આધુનિક સુવિધા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં રેલ્વે વહિવટી અધીકારીઓ તેમજ રાજકીય આગેવાનો તેમજ કેશોદ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બાયલાયન : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ