
જંબુસર તાલુકાના રૂનાડ ઠણાવા ગામ પાસે થી પસાર થતી નર્મદા કેનાલ પર બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ ની કામગીરી તથા તાલુકા મા કરાયેલ નહેરો ના કામો માં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા નો આક્ષેપ માજી ધારાસભ્ય સંજય સોલંકીએ કર્યો છે.
જંબુસર તાલુકા ના રૂનાડ ઠણાવા ગામ પાસેથી પસાર થતી નર્મદા યોજના ની કેનાલ ઉપર એક વર્ષ અગાઉ પ્રોટેક્શન વોલ બનાવવા મા આવેલ છે.આ પ્રોટેક્શન વોલ નુ બાંધકામ એકદમ હલ્કી ગુણવત્તા હોય તેમ ફલિત થઈ રહ્યુ છે.વરસાદ ના કારણે પ્રોટેક્શન વોલ ની દીવાલ નુ ધોવાણ થઈ રહયુ છે. અને દીવાલ ઉપર હાથ થી જરા પણ ઘસીયે તો રેતી અને કપચી છુટા પડી ને વેરાઈ છે.હલ્કી ગુણવત્તા ના કામ બાબતે માજી ધારાસભ્ય સંજય સોલંકીએ આક્રોશ વ્યક્ત કરી નહેર ના કામો મા મોટાપાયે ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કરી ને જણાવ્યુ હતુ
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]





