
વિજાપુર કુકરવાડા સીમ શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની દુકાનો છુપાવેલ વિદેશી દારૂ રૂ.198880નો જથ્થો ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસઈ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ કુકરવાડા સીમ માં આવેલ શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે દુકાન નમ્બર 24,25 માંથી વિદેશી દારૂની 40 પેટી રૂપિયા 198880/-નો એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગર ની સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી માહીતી મુજબ એલસીબી પોલીસ પેટ્રોલીંગ માં હતી.તે સમયે બાતમી મળી હતીકે ગેરીતા ગામનો અજીત સિંહ હરી સિંહ ચૌહાણ નામનો બુટલેગર શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની દુકાનો માં વિદેશી દારૂ છુપાવી ને વેપાર કરે છે. જે બાતમી મુજબ પોલીસે સ્થળ ઉપર રેડ કરતા દુકાન નમ્બર 24,25 માંથી વિદેશી દારૂની 40 પેટી માલ ઝડપી પાડી રૂપિયા 198880/-નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર અજીત સિંહ ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે





