AHAVADANG

ડાંગ જિલ્લાનાં આહવાનાં એક ઈસમ પર ખુંખાર દીપડીએ હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં આહવા નગરનાં દેવલપાડા ફળીયામાં રહેતા રાજેશભાઈ જમશુભાઈ ભોયે જેઓ ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ આહવા પશ્ચિમ રેંજનાં 135 કમ્પાર્ટમેન્ટ જંગલ વિસ્તારમાં નદી કાંઠે કપડા ધોવા માટે ગયો હતો.તે અરસામાં એક ખુંખાર દીપડી બચ્ચા સાથે પાણી પીવા આવી ચડી હતી.અહી ખુંખાર દીપડીનાં નજરે રાજેશભાઈ જમશુભાઈ ભોયે ચડતા તેણીએ એકાએક હુમલો કરી દેતા આ ઈસમ ઇજાગ્રસ્ત બન્યો હતો.ઘટના સ્થળે દીપડીએ જમશુભાઈ ભોયેનાં શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેને તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.આહવા નગરનાં દેવલપાડાનાં ઈસમ પર ખુંખાર દીપડીએ એકાએક હુમલો કરી દેતા આહવા નગર સહીત આસપાસનાં પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.આ બનાવની જાણ ઉત્તર વન વિભાગનાં આર.એફ.ઓ વિનયભાઈ પવારની ટીમને થતા તેઓએ ઇજાગ્રસ્તની મુલાકાત લઈ સહાયની તજવીજ હાથ ધરી છે.આહવા નગરની કોલોનીઓમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો અને દીપડી ટહેલવાની ઘટના રોજબરોજની બની હતી.તેવામાં આજરોજ દીપડીએ માનવ પર હુમલો કરતા આ દીપડીને પાંજરે પુરી અન્યત્ર ખસેડવાની માંગ ઉઠી છે..

[wptube id="1252022"]
Back to top button