ધાંગધ્રા શહેરમાં પાલીકા દ્વારા ખાણીપીણીની લારીઓ અને દુકાનદારને 5 હજારનો દંડ ફટકાર્યો.

તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા ખાણીપીણી લારીઓ અને દુકાન દારોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું અગાઉ 15 દિવસ પહેલા શહેરના તમામ ખાણીપીણી લારીઓ અને દુકાનદારોને નોટિસ પાઠવી હતી કે હાથ મોજા પહેરીને જ ખાદ્ય પદાર્થનુ વહેંચાણ કરવુ જણાવ્યું હતું હાથના મોજા પેહરીયા વગર વેચાણ કરતા લારીઓ અને દુકાનદારોને પાંચ હજારનો દડ ફટકારવામાં આવ્યો હતો ધ્રાંગધ્રા શહેર ખાણીપીણી લારીઓ અને દુકાનદારોનુ ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફીસર મંટીલ કુમાર પટેલ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સુચનાથી નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા શહેરની બજારમાં ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનોમાં ચેકિંગ હાથ ધરતા જે દુકાનદાર હાથમાં મોજા પહેર્યા વગર ખાણીપીણીની વસ્તુઓનું વેચાણ કરતા હોય તેના પર કાર્યવાહી કરી દસ વેપારીઓ પાસેથી પાચ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અગાઉ 15 દિવસ પહેલા શહેરના તમામ ખાણપીણી લારીઓ અને દુકાનદારોને નોટિસ પાઠવી હતી કે હાથ મોજા પહેરીને જ ખાદ્ય પદાર્થનુ વહેંચાણ કરવુ ત્યારે બાદ વેચાણ નહી કરતા જણાતા નગરપાલિકા દ્વારા દડની કાર્યવાહી હાથ ધરવામાં આવે ચીફ ઓફીસર મંટીલભાઈ પટેલે જણાવેલ કે આ ચેકિંગ શહેરમાં ડેઇલી કરવામાં આવશે જે પણ વેપારીઓ હાથ મોજા પેર્યા વગર ખાદ્ય પદાર્થનું વેચાણ કરતાં જોવા મળશે તો તેના પર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે આમ નગરપાલિકા દ્વારા લારીઓ અને દુકાન દારો નુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે શહેરની હોટલનું ચેકીંગ હાથ ધરવામાં આવે તો નીયમ ભગ કરતા સચાલકો કડક કામગીરી કરવામાં આવે તો લોકો આરોગ્ય સામે ચેડા કરતા બંધ થાય તેમ જણાવ્યું હતું.





