
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ દક્ષિણ ડાંગ વન વિભાગના હસ્તકનાં નેશનલ પાર્કના નજીક આવેલ તાડપાડા ગામે વાંસના જથ્થામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ વિકરાળ રૂપ ધરે તે પહેલા બીલીમોરા ફાયર ટિમ ને જાણ કરતા હંગામી ધોરણે ફાયરની ટીમે ઘટના સ્થળે ધસી આવી હતી.આગ કાબુમાં લે તે પહેલા વાંસનો એક જથ્થો બાળીને ખાખ થઈ જવા પામ્યું હતું.
સદનસીબે અન્ય ઢગલાઓ સુધી આગ પહોંચે તે પહેલા આગ ઉપર કાબુ લેવામાં સફળતા મળતાં તંત્રે હાશકારો અનુભવ્યું હતું.
વાંસદાના તાડપાડા ગામના નિશાળ ફળીયા ખાતે રહેતા મામલુભાઈ ચિતરુંભાઈ ગાંવીત આ સ્થળે વાંસ નો જથ્થો રાખી વ્યાપાર કરે છે. ઠેરઠેર મોટા પ્રમાણમાં વાંસ નો જથ્થો ખડકેલો છે. આ સ્થળે અગ્નિશામક સુવિધા પણ બહુજ જરૂરી છે. નહીંતર ક્યારેક મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે. આ આગ લાગવાની ઘટનામાં જો, આગ વિકરાળ રૂપ ધરે તો વન્ય પ્રાણીઓ સહિત પક્ષીઓ માટે જાન લેવા સાબિત થયું હોત નેશનલ પાર્ક નજીક વાંસ ના મોટા પ્રમાણમાં જથ્થો રાખવાની પરવાનગી કોને આપી ? આ વાંસ ના ગોડાઉન સ્થળે અગ્નિશામક સુવિધા પણ છે કે કેમ ? આ બાબતે પોલીસ અને વનવિભાગે તપાસ હાથ ધરશે ખરી ? તેવા અનેકો સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.





