DHRANGADHRAGUJARATMULISURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત સંગઠનો તેઓ નો અપક્ષ ઉમેદવાર ઉતારશે મેદાનમાં

ખેડૂતો સંગઠનોની સહમતીથી ખેડૂત આગેવાન જે.કે.પટેલ ચુટણીમાં ઉમેદવારી નોંધાવશે.

તા.20/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકસભમાં હાલ સુધી ભાજપ કોગ્રેસ ના કોઈ ઉમેદવારનું નામ નિશ્ચિત થયું નથી બંને પક્ષમાં કોકડું ગુંચવાયુ હોય ત્યારે તાજેતરમાં જ ખેડૂત સંગઠનોના આગેવાનોની એક મિટિંગ માં સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત આગેવાનો અને ખેડૂતો વતી એક ઉમેદવાર ચુટણી મેદાનમાં ઉતારવામાં આવશે તેમાં સહમતી થી ખેડૂત આગેવાન જે.કે.પટેલ ઉમેદવારી નોંધાવી શકે છે તેમ જણાવ્યું હતું જે.કે.પટેલ ઘણા વર્ષોથી ગુજરાત ભરમાં ખેડૂતોના પ્રશ્ને સતત અવાજ ઉઠાવતા રહે છે તેમાં તેઓએ ખેડૂતોને ન્યાય પણ અપાવેલ છે હાલ તેઓ દિલ્હી આંદોલન સમિતિના પણ સભ્ય પદ નિભાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત સંગઠન મજબૂત રીતે કામ કરી રહ્યું સંગઠન શક્તિનો પરચો ગત વિધાનસભા ચુટણીમાં ખેડૂતોએ બતાવી દિધેલ છે ત્યારે લોકસભા સીટ માં પણ ખેડૂતોએ લડી લેવાનો મુડ બનાવી લીધો છે ત્યારે સહમતીથી એક જ નામ જે.કે.પટેલનું આગળ થતા તેઓ આવનાર લોકસભાની ચુંટણીમાં મેદાનમાં ઉતરશે જે.કે.પટેલ નર્મદાના નીર કેનાલો વિજપોલ પાકવિમો એમ.એસ.પી. બાબતે સતત લડત આપતા હોય ત્યારે ખેડૂતોનો એક અવાજ બની ઉભરી આવ્યા છે ત્યારે તેઓની ઉમેદવારીને લ‌ઈ રાજકીય હલચલ મચી જવા પામી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button