BHARUCH CITY / TALUKOGUJARATજંબુસર

આમોદ તાલુકા સરકારી પુસ્તકાલય સેવકનો વિદાય સમારંભ યોજાયો

મોદ તાલુકા સરકારી પુસ્તકાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ભાનુપ્રસાદ બાબુભાઈ પટેલ જેઓ વય નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ આમોદ તાલુકા પુસ્તકાલય ખાતે મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા ના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ સઇદભાઈ પટેલ ભરૂચની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં નિવૃત્ત ગ્રંથાલય હંસરાજ પાંડે ,મદદનીશ ગ્રંથપાલ કિરીટભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ભાનુપ્રસાદ બાબુભાઈ પટેલે 25/4/ 1986 ના રોજ થી મહુવા સરકારી પુસ્તકાલયખાતે પટાવાળા તરીકે નિમણૂક પામ્યા હતા. તેઓનો નિખાલસ સ્વભાવ અને સેવા કરવાની ભાવના સાથે વર્ષ 2000 થી આમોદ સરકારી પુસ્તકાલય ખાતે બદલી થઈ હતી. અને વય નિવૃત્તિ થતા આજરોજ વિદાય સમારંભ યોજાયો હતો. ઉપસ્થિતોએ તેમની 38 વર્ષની અવિરત સેવા ને બિરદાવી ભાનુપ્રસાદભાઈ પટેલના અધિકારીગણ, સ્ટાફગણ તથા વાચક મિત્રો સાથે સુમેળ ભર્યા વર્તન અને સ્વભાવના ગુણોનું દર્શન કરાવી ઉપસ્થિતો એ પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સૌની આંખોમાં અશ્રુની ઝલક જોવા મળી હતી

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ .

[wptube id="1252022"]
Back to top button