જી .ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં વિદાયસમારંભ અને રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

20 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ બીએ સેમ-૬ અને એમ .એ.સેમ- ૪ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડૉ. એસ.જી.ચૌહાણસાહેબ,ડૉ. રાધાબેન પટેલ,ડૉ.મનીષભાઈ રાવલ,પ્રા.મુકેશભાઈ રાવલે વિદ્યાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રિ.ડૉ.એસ જી.ચૌહાણ સરના માર્ગદર્શન હેઠળ કન્વીનર ડૉ .કલ્પનાબેન ગાંવિત,ડૉ. ઋષિકેશભાઇ રાવલ ડૉ.ભારતીબેન રાવતે આ કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન કર્યું હતું .આ ઉપરાંત NSS ,NCC તથા યુથ ફેસ્ટિવલ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ , પાલનપુર ને ગૌરવ અપાવવા બદલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન માનસી રાવલ શ્યામ રાવલ અને દેવ દેસાઇએ કર્યું હતું.