AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસની આહવા સર્કિટ હાઉસ ખાતે કારોબારી બેઠક યોજાઈ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા સર્કિટ હાઉસ ખાતે ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવારનાં અધ્યક્ષ સ્થાને યુવક કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી. ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા જણાવવામાં આવ્યુ કે આવનાર દિવસોમાં રાહુલ ગાંધીજીની ન્યાય યાત્રા ડાંગ જિલ્લામાંથી પસાર થનાર હોવાથી યુવક કોંગ્રેસનાં યુવાનોને મોટી સંખ્યામાં જોડાવવા આહવાન કર્યું અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી.ડાંગ જિલ્લા કોંગ્રેસનાં પ્રભારી સિદ્ધાર્થ દેસાઈ દ્વારા સંગઠનને મજબૂત કરવા અને આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તેવુ માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ હતુ.વધુમાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે ભાજપ યુવાનોને ખોટા રસ્તે ભરમાવી રહી છે, યુવાનોને રોજગારી,શિક્ષણ નોકરીમાં પણ ખોટા વાયદાઓ કરીને ફક્ત ને ફક્ત વોટ બેન્ક સમજે છે.જેમાં ડાંગ જિલ્લા પ્રમુખ મુકેશ પટેલ,ડાંગ જિલ્લા કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, ડાંગ જિલ્લા મહિલા પ્રમુખ કિશોરી ચૌધરી, એસ.ટી સેલ પ્રમુખ હરેશ ચૌધરી, ડાંગ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સિ.પી ગવળી,આહવા તાલુકા પ્રમુખ સુભાષ વાઘ, શરદ પવાર, સાલેમ પવાર, સંતોષ ભુસારા,સુરજ મિસ્ત્રી,લતા ભોયે, હિના પટેલ,શારોન માહલે વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button