BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે પાટણ યુનિવર્સિટી નું પરીક્ષાનું કેન્દ્ર મંજૂર કરાયું

28 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અત્યાર ના સમય માં દીકરીઓની સલામતી ની ચિંતા દરેક વાલીઓને થતી હોય છે એવા સમયે દીકરીઓને સલામતી સાથેનું સંસ્કારયુક્ત શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર દ્વારા સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ની મંજુરી મેળવેલ છે. જેમાં આજે 250 થી વધુ દીકરીઓ પોતાની જિંદગી ની કારકિર્દી ઘડી રહી છે. તેમજ ફક્ત શિક્ષણ નહીં પરંતુ સલામતી સાથેનું સંસ્કાર સાથેનું તેમજ રોજગારલક્ષી શિક્ષણ આ મહિલા કોલેજમાં આપવામાં આવે છે. ફક્ત અભ્યાસ નહીં દીકરીઓને રોજગારી મળી રહે તે માટે રોજગાર મેળા પણ યોજવામાં આવે છે. દીકરીઓ દ્વારા સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓની શાખ અને પુરવઠા ગ્રાહક સહકારી મંડળી બનાવી ને સહકારી પ્રવુતિ તરફ દીકરીઓ આગળ વધે તેવા પ્રયત્ન કરવામાં આવે છે.ચાલુ વર્ષે કોલેજ ના અભ્યાસ કરતી F.Y, S.Y અને T.Y ની દીકરીઓ ને યુનિવર્સિટી ની પરીક્ષા અન્ય જગ્યાએ ન જવું પડે તે માટે ડો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આ મહિલા કોલેજ યુનિવર્સિટી નું પરીક્ષા સેન્ટર મંજૂર કરવામાં આવેલ છે. આજ રોજ બી.એ તથા બી.કોમ સેમ 3 ની પરીક્ષાની શરૂઆત થતાં દીકરીઓને કુમકુમ તિલક કરીને, દરેક દીકરીને બોલપેન આપીને મોં મીઠું કરાવી કોલેજના અધ્યાપિકા બહેનો, આચાર્ય અને સંસ્થાના ડાયરેકટર મહેન્દ્રભાઈ પંચાલ સાહેબ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button