AHAVADANGGUJARAT

સાપુતારાનાં હાર્દસમા સર્પગંગા તળાવમાં નૌકાવિહારનો આનંદ માણી ધન્યતા અનુભવતા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યમાં દિવાળી વેકેશન ચાલી રહ્યુ છે.દિવાળી વેકેશનને લઈને ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી હાઉસફુલ બન્યુ છે. ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં દિવાળીનાં વેકેશનની રજાઓમાં રોજેરોજ કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ હાર્દસમા સર્પગંગા તળાવમાં નૌકાવિહાર કરવાનું ચૂકતા નથી.ચોતરફ પર્વતોની લગોલગ આવેલ સર્પગંગા તળાવનું પાણી પણ સ્વચ્છ હોય અહી જેથી પ્રવાસીઓને નૌકાવિહારની મઝા પડી જાય છે.હાલમાં ઠંડકમય માહોલમાં પ્રવાસીઓ સાપુતારાનાં હાર્દસમા સર્પગંગા તળાવમાં નૌકાવિહારનો આનંદ માણી ધન્યતા અનુભવી રહ્યા છે…

[wptube id="1252022"]
Back to top button