
વિજાપુર પોલીસ મથકના કર્મચારીઓ એ ૭૭ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી નિમિત્તે વૃક્ષા રોપણ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો તેમજ જીઆરડી સહીત પોલીસ કર્મચારીઓ એ પોલીસ મથકના પટાંગણ માં વૃક્ષા રોપણ કરીને ૭૭ મો સ્વતંત્ર્ય દિવસની ઉજવણી પોલીસ અધિકારી વનરાજસિંહજી ના અધ્યક્ષતા માં કરવામાં આવી હતી જેમાં પોલીસ નિવાસ પાસેની ખુલ્લી જગ્યામાં તેમજ પોલીસ મથકની આસપાસ ની જગ્યાએ ૭૭ જેટલા છોડ વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવી હતી આ આ નિમિતે પોલીસ અધિકારી વનરાજસિંહજી ચાવડાએ જણાવ્યું હતુંકે શહેરી વિસ્તારોમાં વન અને રોડની આસપાસ કેટલાંક વૃક્ષો શહેરી વિકાસ ને કારણે ઓછા થયા છે હાલના સંજોગોમાં માનવી ને શુદ્ધ હવા અને તેમાંથી મળતુ ઓક્સિજન જરૂરી છે જેથી ઘર દીઠ એક વૃક્ષ અનુકૂળ જગ્યાએ વાવી ને કોઈ તહેવાર કે જન્મ દિવસ ની ઉજવણી કરતા વૃક્ષો વાવી ને વાતાવરણ શુદ્ધ બનાવીએ તેવા સંકલ્પ કર્યો હતો





