
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
પેટા: ભાજપના આગેવાનોએ વરણીને વધાવી, ખેરગામ તાલુકા પંચાયત કચેરીથી ખુલ્લી જીપમાં ડીજે સાથે શોભાયાત્રા નીકળી
ખેરગામ: ખેરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં અપેક્ષા મુજબ જ તાલુકા પંચાયતના પ્રમુખ પદનું સુકાન રાજેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ લીનાબેન અમદાવાદીને સોંપવામાં આવ્યું હતું.
ખેરગામ તાલુકા પંચાયતના હોલ ખાતે ગુરુવારે બપોરના 12 વાગ્યે ખેરગામ તાલુકા પંચાયતની બીજી ટર્મના અઢી વર્ષના શાસન માટે હોદ્દેદારોની તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલની હાજરીમાં વરણી કરવામાં આવી હતી, જેમાં નવા પ્રમુખ તરીકે રાજેશભાઈ રવાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યારે લીનાબેન સુભાષભાઈ અમદાવાદીની ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. બંને હોદ્દેદારોની વરણી કરવામાં આવતા જ ભાજપના કાર્યકરોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. એ સાથે જ તાલુકા પંચાયત કચેરીથી બહેજના રૂપાદેવી મંદિર સુધી ડીજે સાથે ખુલ્લી જીપમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડ્યા હતા.