વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારનાં લોકોની ચૂંટણી બહિષ્કારની ચિમકી
દસ હજારથી વધુ લોકો 15 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચીત

તા.05/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દસ હજારથી વધુ લોકો 15 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચીત
સુરેન્દ્રનગર વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સંયુક્ત પાલિકાના વોર્ડ નં.11ના ગણપતિ ફાટસર વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સોસાયટીઓ આવેલી હોવાથી રહિશો વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારમાં રસ્તા, પાણી તેમજ કેટલાક સ્થળોએ ગટરની પણ સુવિધા ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો અને આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે સુવિધા નહીં તો વોટ નહીના નારા લગાવ્યા હતા આ ઉપરાંત આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂર્ગભ ગટરના ગંદા પાણી ઉભરાઈને ગટરના ઢાંકણા સહિતના લીકેજ સ્થળોએથી નીકળતા લોકો પરેશાન બની ગયા છે આ ગંદા પાણી રસ્તાઓ ઉપર તેમજ આજુબાજુની ખૂલ્લી જગ્યાઓમાં ફેલાતા મચ્છરો તેમજ અન્ય જીવ જંતુઓનો ઉપદ્રવ વધતા રહિશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે જ્યારે ગંદા પાણીની દૂર્ગંધના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આથી આ વિસ્તારની ગટરોમાંથી ઉભરાતા ગંદા પાણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રહિશોમાં માંગ ઉઠી હતી નોંધનીય છે કે શહેરમાં દરેક વોર્ડમાં ટ્રાફિક, ગટર ઉભરાવવાની તેમજ રખડતાં પશુઓના ત્રાસથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ સંયુક્ત પાલિકા હવે મનપા બનવાની છે ત્યારે લોકોની સુવિધા વધવાની આશા છે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાની હદમાં આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા દસ હજારથી વધુ લોકો છેલ્લા 15 વર્ષથી રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર સહીતની પ્રાથમિક સુવિધાઓ વંચીત છે ત્યારે તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહી આવે તો સ્થાનિકો દ્વારા રોડ ચક્કાજામ કરવા સહીતના ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર 11 માં આવેલ ગણતરી ફાટસર વિસ્તારના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યાં છે આ વિસ્તારમાં હાલ પંદર હજારથી વધુ લોકો વસવાટ કરે છે તેમજ શહેર અને જિલ્લાનું પ્રખ્યાત ગણપતિ મંદિર પણ અહી આવેલુ છે આ વિસ્તારમાં આવેલી અંદાજે દસથી વધુ સોસાયટીના રહીશો પાકા રસ્તા, પીવાનુ શુધ્ધ પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ સહીતની પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકીનો સામનો કરવો પડે છે ચોમાસામાં તો આ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે ચારે તરફ ગંદકી અને કીચડના સામ્રાજ્યના કારણે લોકો પગપાળા ચાલીને કે વાહન લઇને પણ બહાર નીકળી શકતા નથી સુરેન્દ્રનગર શહેરમાં હાલ હજી તો ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં આ વિસ્તારમાં રહેતા લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બને છે ભારે વરસાદ થાય ત્યારે ચારેબાજુ પાણી ભરાઇ જતાં બાળકોને શાળાઓમાં મુકવા જવા કે હોસ્પિટલ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સોસાયટીઓમાં રસ્તા એટલી હદે ખરાબ છે કે 108 પણ અંદર નથી આવતી સ્થાનિક પાલિકાના સભ્યો કે નેતાઓને અનેક રજૂઆતો કરવા છતાં તેમજ અગાઉ સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવા છતાં સુવિધાઓને બદલે માત્ર ઠાલા આશ્વાસન મળ્યા છે જેને લઇને સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ચૂંટણી સમયે મત માંગવા આવતા એક પણ નેતાઓ હાલ ફરકતા ન હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.





