
ઈડર ચામુંડા નવયુવક મંડળ દ્વારા સંત શ્રી લાલાબાપા ની 83 ની પુણ્યતિથિ ઉજવાઇ…
સંત શ્રી લાલા બાપાની 83મી પુણ્યતિથિ નિમિત્તે ઇડર મોચી સમાજ દ્વારા આયોજિત સંત શિરોમણી વિશ્વવંદનીય ભક્તરાજ સંત શ્રી લાલા બાપાની ભવ્ય પુણ્યતિથિ નિમિતે જલારામ લાઈનીંગથી સમાજવાડી સુધી શોભાયાત્રા યોજાઈ હતી.. મુખ્ય દાતા તરીકે જલારામ લાઈનીંગ વર્કસ ભીખાભાઈ છગનભાઈ ચૌહાણ નો અમૂલ્ય ફાળો રહ્યો હતો. ઈડર ચામુંડા નવયુવક મંડળ તથા મોચી સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંત શ્રી લાલાબાપા ની શોભાયાત્રા, સત્ય નારાયણ કથા, તેમજ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.. ખાસ કરીને હાલના સમયે લક્ષ્મીનો અવતાર માનવામાં આવતી સમાજની 0 થી 9 વર્ષ સુધીની દીકરીઓનું પરિવાર તેમજ સમાજનાં યુવા અને વડીલો દ્રારા લક્ષ્મી પૂજન કરી સમાજે સંત શ્રી લાલા બાપાની પુણ્યતિથિ યાદગાર બનાવી હતી..તથા મહાકલગીરી મહારાજ અને મંગલપૂરી મહારાજ દેવદરબારના સંતોશ્રી દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન સવારથી સાંજ સુધી અસહ્ય ગરમી માં અનલિમિટેડ સરબતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તદ ઉપરાંત સમાજના વ્યાપારી વર્ગનું પણ હર્ષોલ્લાસથી સન્માન કરવામાં આવ્યું. દર વર્ષે ચામુંડા નવયુવક મંડળ દ્વારા ઉજવવામાં આવતી લાલા બાપાની પુણ્યતિથિ નિમિત્તે સમાજના યુવા યુવતીઓ સહિત બાળકો પણ સંત શ્રી લાલા બાપાની ધૂન માં રંગાયા હતા. અંતે મહાપ્રસાદ ગ્રહણ કરી સમાજના દરેક વ્યક્તિ છૂટા પડ્યા.
જયંતિ પરમાર સાબરકાંઠા








