
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર સાપુતારાની તળેટીમાં આવેલ માલેગામનો રહેવાસી ભગવાનભાઈ દિનેશભાઇ ધૂળે ઉ.26 જેઓ પોતાની સાઈન મોટરસાયકલ.ન.જી.જે.05.એફ.ક્યુ.5565 પર સવાર થઈ પોતાની સાસરી જાખાના ગામ જઈ રહ્યો હતો.તે વેળાએ શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જાખાના ગામ નજીક ચાલુ મોટરસાયકલમાં અચાનક શોર્ટ સર્કિટ થઈ આગ ભભૂકી ઉઠી હતી.અહી મોટરસાયકલમાં લાગેલ આગ ચાલકને પણ લપેટમાં લેતા સ્થળ પર મોટરસાયકલ ચાલક નામે ભગવાનભાઈ ધૂળે ગંભીર રીતે દાઝી જતા જીવન મરણનાં ઝોલા વચ્ચે તેને તાત્કાલીક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં મોટરસાયકલ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.આ બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા તુરંત જ સ્થળ પર દોડી ગઈ હતી.અને આ બનાવ સંદર્ભેનો ગુનો નોંધી વધુ તપાસ અ. હે.કો.સંજયભાઈ ભોયેએ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..





