
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.18 : માર્ચ આજના હાઈટેક યુગમાં યુવાનો ઈન્ટરનેટ ધરાવતા સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરે છે ત્યારે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સ ઍપ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અર્થપૂર્ણ ઉપયોગ થકી ચૂંટણીલક્ષી શિક્ષણ, મતદારયાદીમાં નામ નોંધણી, લોકશાહીમાં મતદાનના મહત્વ અને નૈતિક મતદાનની ફરજ અંગે જાગૃતી કેળવે તે માટે માનવ સાંકળ બનાવી મતદાન જાગૃતિની ઉજવણી કરી હતી.
આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધી રહી છે ત્યારે મતદાનમાં પણ આગળ આવે તે માટે મુન્દ્રાની બી.એડ. કોલેજના બીજા વર્ષના તાલીમાર્થીઓએ મોબાઇલની ફ્લેશ લાઈટ દ્વારા સંમતિ આપીને પોતાના રહેણાંક વિસ્તારમાં, સોસાયટીઓ કે મહોલ્લાઓમાં “કચ્છની મહિલા મતદાર નહીં ચૂકે મતદાન” એ અંગેનો પ્રચાર-પ્રસાર કરીને ભાવિશિક્ષિકાની જવાબદારી નિભાવશે એવા શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ.વી. ફફલ તથા ચૂંટણીલક્ષી સાક્ષરતા ક્લબના કો-ઓર્ડીનેટર ડો. દિનેશભાઈ પટેલે યુવા મતદાતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.










