GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સિદ્ધિ વિનાયક હોસ્પિટલ પાસે એસટી બસ ના ચાલકે ચાલતા જતા નાગરીક ને અડફેટે લેતા ઈજાગ્રસ્ત.

તારીખ ૨૨/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને વડોદરા સબ જેલ મા ફરજ બજાવતા મહિપાલસિંહ ગિરવતસિહ રાઉલજી ની ફરીયાદ મુજબ તેઓના પીતા ગિરવતસિહ જાલમસિંહ દુધ લેવા માટે સિદ્ધિવિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ પાસે આવેલા અમૂલ પાર્લર ઉપર ગયા હતા અને દૂધ લઈને પરત ફરતા હતા ત્યારે રોડની સાઇડે ચાલતા જતા હતા તે સમયે સાંજના સાડા સાત કલાકે ગોધરા તરફથી વડોદરા તરફ જતી એસટી બસના ચાલકે પોતાની બસ ગફલતભરી રીતે હંકારી ગીરવતસિંહને ટક્કર મારતા તેઓને મોઢા ઉપર ડાબી આંખ ઉપર અને ડાબા પગ ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તેઓને લાવ્યા જ્યા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કરતા વડોદરા ની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જે બાદ ગુરુવારે સવારે કાલોલ પોલીસ મથકે એસટી બસના ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button