BANASKANTHAGUJARATPALANPUR

કર્ણાવત હાઈસ્કૂલ ખાતે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ 

12 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ખાતે તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદમાં શ્રી એમ.બી. કર્ણાવત હાઇસ્કુલ, પાલનપુર ખાતે સ્વયં શિક્ષક દિન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 93 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 56 વિદ્યાર્થીનીઓ અને 27 વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા. માધ્યમિક વિભાગ, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ત્રણેય વિભાગમાંથી ત્રણ સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી હતી. આચાર્ય તરીકે સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની કિંજલ જોષી હતી. ક્લાર્ક તરીકે બે વિદ્યાર્થીઓ, લાઇબ્રેરીયન તરીકે એક વિદ્યાર્થી, સેવક તરીકે છ વિદ્યાર્થીઓ, બે ચોકીદાર, બે સ્વીપર એમ તમામ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિભાગમાં શાળાનું સંચાલન કાર્ય સંભાળ્યું હતું. છેલ્લા બે તાસ દરમિયાન વિદ્યાર્થીઓ એ પોતાના શૈક્ષણિક અનુભવો રજૂ કર્યા હતા. માધ્યમિક વિભાગ, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એમ ત્રણેય વિભાગમાંથી પ્રથમ ત્રણ નંબર પસંદ કરી કુલ નવ ઇનામોનો વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના કન્વીનર તરીકે ગીતાબેન ચૌધરી, અજમલભાઈ પરમાર અને યોગેન્દ્રસિંહ બારડે મહત્વની ભૂમિકા ભજવી હતી. શાળાના સમગ્ર સ્ટાફ કાર્યક્રમની ઉજવણીમાં જોડાયો હતો. સમગ્ર કાર્યક્રમની ભવ્ય ઉજવણી બદલ શાળાના આચાર્યશ્રી ભરતભાઈ જગાણીયા તથા સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button