આદર્શ સાયન્સ કોલેજ વિસનગરમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિન ઉજવવા માં આવેલ

9 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ કોલેજ, વિસનગરમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ 5 સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ”ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય! બલિહારી ગુરુ આપને ગોવિંદે દિયો બતાય” ઉક્તિને સાર્થક કરતા પ્રેરક પ્રવચનો અન્ય વિદ્યાર્થીઓને આપીને વિદ્યાર્થી જીવનમાં શિક્ષકના મહત્વને ઉજાગર કર્યું હતું. તથા સ્વયં શિક્ષક બનીને શિક્ષકના અનુભવો પ્રાપ્ત કર્યા હતા.આ સાથે આજના સ્વયં શિક્ષક દિનમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી હતી. શિક્ષક દિનનું સુંદર આયોજન થવા બદલ આદર્શ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી, સ્ટાફ મિત્રો તથા સંસ્થાના પ્રમુખશ્રી અને તમામ હોદ્દેદારશ્રીઓએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.