GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ કાશીમાબાદ સોસાયટી પાસેથી પસાર થતી નાળમાં ઊગેલા ઝાડી ઝાંખરા અને રોડ ઉપર ગંદા પાણીથી લોકો ત્રસ્ત

તારીખ ૩/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં સમાવેશ કાશીમાબાદ સોસાયટી પાસેથી પસાર થતી નાળમાં વરસાદના કારણે ઝાડી ઝાખરા ફુટી નિકળ્યા હતાં. જેને કારણે રાહદારીઓને પગદંડી જવામાટે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને રોડ ઉપર સ્થાનિક સોસાયટીમાં થી આવતા ગંદા પાણીમાં રહીને રાહદારીઓ અને ખેડૂતો નિકળવા મજબુર બન્યા છે.કાલોલ સ્થિત કાશીમાબાદ સોસાયટીના એક જાગૃત નાગરિક તરીકે તેમની ફરજ સમજીને કાલોલ નગરપાલિકા ને ઘણી વખત મૌખિક રજૂઆતો અને લેખીત અરજી આપી રજૂઆત કરી છે.જેમાં કાશીબાદ સોસાયટીની બાજુમાં આવેલી નાળ થઈ ભડીયાદરા પીરની દરગાહ સુધી નગરપાલિકા દ્વારા બનાવાયેલ પાકો રોડ આવેલો છે તે રસ્તા ઉપર ઝાડી ઝાંખરા અને સ્થાનિક સોસાયટીમાં થી બેફામ ગંદા પાણીનો નિકાલ આ રોડ ઉપર કરતાં રાહદારીઓ સાથે ખેડૂતોના દક્ષિણ ભાગમાં આવેલા ખેતરોમાં જવા માટે ખેડૂતોને બહુ મોટી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે હાલના સમયમાં ખેતરમાં આવવું અને જવું ખેતરમાંથી માલસામાન લાવ્યું અને પશુઓ માટે ઘરે લીલો ચારો લાવવા માટે ખેતરમાં રોજે-રોજ ગંદા પાણીમાં રહીને આવવામાં તકલીફો પડી રહી છે જાહેર રસ્તો છે પણ હાલ ઝાડી ઝાંખરા ઊંગી નીકળ્યા છે અને રસ્તામાં ગંદા પાણીને કારણે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે શુ કાલોલ શહેરના ખેડૂતો અને રાહદારીઓને પડતી હાલાકી સામે તંત્ર સમયસર કામ કરશે ખરું ??

[wptube id="1252022"]
Back to top button