MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા ના ધારાસભ્ય દુલભજી દેથરીયાના હસ્તે 6 ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કચરાનો નિકાલ કરવા માટે ટ્રેકટર અને ટ્રોલી ફાળવણી કરવામાં આવેલ.

ટંકારા: ટંકારા ના ધારાસભ્ય દુલભજી દેથરીયાના હસ્તે 6 ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કચરાનો નિકાલ કરવા માટે ટ્રેકટર અને ટ્રોલી ફાળવણી કરવામાં આવેલ.

 

તાલુકા પંચાયત કચેરી ટંકારા ખાતે માનનીય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને સરકારશ્રીની અલગ અલગ યોજનાના અમલીકરણ હેતુ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય સ્તરે સ્વછતાનું સ્તર ઊંચું આવે તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરી શકાય ઉપરાંત ડોર ટુ ડોર કચરાને એકઠો કરીને નિકાલ થઈ શકે તે હેતુ થી ટંકારા તાલુકાની 6 (છ) ગ્રામ પંચાયતોને ટ્રેક્ટર તેમજ ટ્રોલી આપી હતી
જેમાં ઘુનડા(ખા) ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત સ્વ- ભંડોળ માથી, ટંકારા ગ્રામ પંચાયતને એટીવિટી કાર્યવાહક સમિતિ આયોજન માથી,આ ઉપરાંત મિતાણા, હમીરપર, નેસડા(ખા) અને લખધીરગઢ ગ્રામ લગત પંચાયતને ૧૫માં નાણાંપંચ ની ગ્રાન્ટ માથી ફાળવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુલાલ કામરીયા જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, નથુભાઈ કડીવાર તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સરપંચઓ, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ઝાલા, દિનેશભાઇ વાધરીયા, એ.પી.એમ.સી, ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા અન્ય રાજકીય અગ્રણીઓ રશિકભાઈ દુબરીયા ગણેશભાઈ, નિલેશભાઈ, અરજણભાઇ, હેમંતભાઈ સહિતના હાજર રહ્યા હતા અને ગ્રામ પંચાયત સરપંચઓને ટ્રેક્ટર તેમજ ટ્રૉલી સોપવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button