
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટર :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ તા-24 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઉંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છ અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. કચ્છમા મતદાન જાગૃતિ સંદર્ભે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન વધુ વેગવંતુ કરવામાં આવ્યું છે.સમગ્ર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ તેમના સ્ટાફ દ્વારા ડોર ટૂ ડોર જઈને મતદાન જાગૃતિ માટે પ્રયાસો થઈ રહ્યા છે. ઠેરઠેર ચુનાવી પાઠશાળાનું આયોજન થઇ રહ્યું છે. અબડાસા તાલુકાના સાંધવ મોટી પ્રાથમિક શાળા ખાતે ચુનાવી પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ચૂંટણી પંચ દ્વારા લોન્ચ કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન વિશે સૌ નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.










