BANASKANTHAGUJARATPALANPUR

વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલમાં દાતાશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું

24 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલમાં ભાગળ(પીં)ગામના વતની અને મુંબઈ સ્થાયી થયેલા એવા દાતાશ્રી વડીલ રતિકાકા મણિલાલ શાહ ની સુપુત્રી સોનલબેન ઝવેરી મેડમ દ્વારા આજરોજ વસ્ત્રદાન મહાદાન જેવા સૂત્રને સાર્થક કરતા શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા શાળાના દરેક 265 વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આવા દાતાશ્રીઓના દાનને જોતા શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ પટેલે આભાર વ્યક્ત કરતા કહ્યું કે આવા દાતાશ્રીઓ કર્ણ જેવા દાનવીરો ની યાદ અપાવી જાય છે તેમજ આવા દાતાશ્રીનો સેવાનો લાભ ભવિષ્યમાં જરૂરિયાતમંદ બાળકોને મળતો રહે તેવી અભ્યર્થના કરી હતી. આ સેવાકીય કાર્યમાં સંચાલક મંડળના પ્રતિનિધિ અને ગામના સરપંચ શ્રી અનિલભાઈ ચૌધરી એ પણ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને તેમને પણ દાતાશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વાલી મંડળના કારોબારી સભ્યશ્રીઓ, ગામના આગેવાનો ધીરજભાઈ પ્રજાપતિ, વીરાભાઇ પંચાલ,દિનેશભાઈ નાયક તથા વાસણ, પીપળી અને વાસણપરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ તથા શાળાના શિક્ષકશ્રીઓ એ હાજરી આપી પ્રસંગને દિપાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button