GUJARATIDARSABARKANTHA

દીવ દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વિપ ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના 67માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

સાબરકાંઠા…

દીવ દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વિપ ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના 67માં જન્મ દિવસની ઉજવણીને લઈને હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલી દિગમ્બર જૈન વાળી ખાતે ભાજપ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ નો આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં શહેર સહિત આસપાસ ગ્રામ્ય પંથક ના લોકો લાભ લીધો હતો…

દિવ દમણ દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપ ના પ્રસાદ પ્રફુલભાઈ પટેલ નું આજે જન્મદિવસ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના દિગમ્બર જૈન વાડી ખાતે પ્રફુલભાઈ પટેલનો 67માં જન્મ દિવસને લઈને આજે મફત નેત્ર નિદાન ચેકઅપ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહીને કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. ત્યાર બાદ મફત નેત્ર નિદાન કેમ્પમાં શહેર સહિત આસપાસ ગ્રામ્ય પંથકના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરના રહેવાસી દીવ દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક તરીકે પણ સેવા આપી રહ્યા છે. જોકે 2014 ના નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી 2016 માં પ્રફુલભાઈ પટેલને દીવ દમણના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને થોડા સમય બાદ પ્રફુલભાઈ પટેલની દાદરા અને નગર હવેલીના પ્રશાસક બન્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશોના ઇતિહાસમાં પ્રફુલભાઈ પટેલે રાજકીય રીતે નિયુક્ત કરાયેલા વહીવટ કર્તાઓમાંના એક હતા…

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button