GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાઓની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં સામુહિક સાફ સફાઈ હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
“સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં “સ્વચ્છતા હી સેવા”ની નેમ સાથે સ્વચ્છતા અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં તબક્કાવાર આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને વિવિધ વિસ્તારોને જાહેર જનતાના સાથસહકારથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે.
નવસારી જિલ્લાના વિવિધ ગામો-વિસ્તારોમાં સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. આજરોજ સ્વચ્છતા હી સેવા -2023 અંતર્ગત વડપાડા , ખેરગામ , સુથવાડ અને ધર્મપુરી ગામના પ્રાથમિક શાળામાં સામુહિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં જાગૃત નાગરિકો જોડાયા હતા.
[wptube id="1252022"]





