GUJARATJUNAGADH

જિલ્લા, પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત સરકારના ડી.એસ.ટી.ના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવેલ હતું. જેમની થીમ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર ધ બેનિફિટ ઑફ મેનકાઇન્ડ રાખવામાં આવેલ છે.આ વિજ્ઞાન નાટક સ્પર્ધા જૂનાગઢ જિલ્લા માંથી 12 શાળા ના 120 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ભાગ લીધેલ હતો પ્રથમ પ્રાપ્ત એકલવ્ય પબ્લિક સ્કૂલ જૂનાગઢ, દ્વિતીય પુલકિત માધ્યમિક શાળા જૂનાગઢ તથા તૃતીય ક્રમ માતૃ શ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર જૂનાગઢ રહી હતી આ તકે વિજેતા થનારી શાળાઓને પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ચેરમેન ગિજુભાઈ ભરાડ દ્વારા અભિનંદન સાથે આશીર્વાદ આપ્યા હતા અને રાજ્યકક્ષા એ જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાએ અખબારી યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટ : અનિરૂધ્ધ સિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button